માળીયા કચ્છ હાઇવે પર દેવ સોલ્ટ નજીક ડમ્પર ચાલકે અલ્ટો કારને પાછળથી ઠોકર મારતા મહિલા સહિત બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોય ત્યારે આ બાબતે માળીયા મીયાણા પોલીસ મથક ખાતે ટ્રક ચાલક વિરોધ ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા -મિયાણા કચ્છ હાઇવે ઉપર દેવસોલ્ટ નજીક ગત તા.29 એપ્રિલના રોજ જી.જે.-12-સી.ટી.-8818 નંબરના ડમ્પર ચાલકે ભુજના રહેવાસી નીલેશભાઇ જશરાજભાઇ આંબાની અલ્ટો કારને પાછળથી ઠોકર મારતા અલ્ટો કાર રોડની રેલિંગ સાથે અથડાતા કાર ચાલક નીલેશભાઇ જશરાજભાઇ આંબા તેમજ સાહેદ ભાવનાબેનને જમણા ખભાના ભાગે ફેકચર ત પાસળીના ભાગે ઇજા પહોંચતા ડમ્પર ટ્રક નંબરના આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.