ખેડુતે પોતાની ૪.૧૨ લાખ ની ફસલ સંકટ સમયે કામ આવે એટલે ઘર મા સાચવી રાખી’તી.

ટંકારા તાલુકાના સખપર ગામે ખેડુતની નિંદર મા ખલેલ પાડ્યા વગર ઢોર બાંધવા ના વાડામા ફસલ અને ઢોર ની નિરણ સાચવી રાખવા બાંધેલા મકાનમા ખેડુતે સાચવી રાખેલા રૂપિયા ૪,૧૨,૫૦૦/- ની કિંમત ના જીરૂ અને લસણના કોથળા નંગ ૪૭ કોઈ અજાણ્યો હરામખોર તસ્કર ઉઠાવી ગયા ની ફરીયાદ ભોગ બનેલા ખેડુતે ટંંકારા પોલીસ મા નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના અંતરીયાળ આવેલા સખપર ગામે રહેતા હસમુખભાઈ રણછોડભાઈ કોરીંગા નામના ખેડુતે પોતાના ખેતરમા ઉગેલી ફસલ જીરૂ મણ ૭૫ અને લસણ મણ ૩૦ સાચવી રાખી જીરૂ ના કોથળા ૩૬ અને લસણના કોથળા નંગ ૧૧ પોતાના ઘર ની લગોલગ આવેલા ઢોર બાંધવા ના વાડામા ફસલ અને ઢોર ની નિરણ સાચવી રાખવા બાંધેલા મકાનમા સંઘરી રાખ્યા હતા. ખેડુતે પોતાની કાળી મજુરી કરી પેદા કરેલી ફસલ નાણા ની જરૂરીયાત ઉભી થાય ત્યારે વેચવા ઉપજ સાચવી રાખી હતી. જે જીરૂ અને લસણના કોથળા નંગ કુલ ૪૭ કિંમત રૂપિયા ૪,૧૨,૫૦૦/- મધરાતે કોઈ હરામખોર તસ્કર ખેડુત પરીવાર ની નિંદર મા ખલેલ પાડ્યા વગર ઠોકી ગયો હતો. સવારે ખેડુત પોતાના ઢોર ને નિરણ નાંખવા વાડામા જતા કોઈ નિશાચર ચોરી કરી ગયાની જાણ થતા પોતાની પસીનાની મહેનત કોઈ ઉઠાવી ગયા હોય વ્યાકુળ થયા હતા. અને આ મુદ્દે ભોગ બનેલા ખેડુતે ટંંકારા પોલીસ મા ફરીયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.