મોરબીના ત્રાજપર ખાતે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા 26 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે મૃત્યુ નોંધ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામે રહેતા રવીભાઈ લાલજીભાઇ બામ્ભવા (ઉ.વ.૨૬) ગત તા. ૦૮-૦૫-૨૦૨૪ ના રોજ કોઈપણ સમયે કોઈપણ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતાં રવીભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધર છે.