હળવદ માર્કેટિંગ યાર્ડ નજીક પસાર થતી ટ્રેન નીચે અગમ્ય કારણોસર પડતું મુકતા 23 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે આ બાબતે મૃત્યુનોંધ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ આનંદ બંગલોઝમા રહેતા ભૌમીક અલ્પેશભાઈ પટેલ ઉ.વ.૨૩ વાળાએ હળવદમાં માર્કેટીંગ યાર્ડ સામે પસાર થતી ટ્રેન નીચે કોઈ કારણસર પડતું મુકતા ભૌમીકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.