લક્ષ્મીનગર ગામ પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યોયુવાનનો મૃતદેહ મળ્યો

Advertisement
Advertisement

મોરબી ના કંડલા બાયપાસ નજીક લક્ષ્મીનગર ગામની સીમ પાસે આવેલ બેલા જવાના રસ્તા પર એક હોટેલ નજીક કર્ણાટકના એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે આ બાબતે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર લક્ષ્મિનગર ગામથી બેલા જતા રસ્તા ઉપર અન્નપુર્ણા હોટેલ સામે દિનેશભાઇના ખેતરમાથી શ્રીનાથ સુરેશભાઇ ખોટ ઉવ.૨૬ રહે. ૧૧૮, અમલઝરી, ચિકોડી બેલગાઉ, નેપાહી, કર્ણાટક વાળાની ડિકમ્પોઝ થયેલ ડેડ બોડી મળી આવેલ હોય જેનુ પી.એમ.રાજકોટ ખાતે કરાવવા રિફર કરેલ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.