પ્લોટ માં બાંધકામ કરવા જેવી બાબતે પિતા પુત્ર પર ચાર ઈસમો નો હુમલો

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના વીરપર ગામે પ્લોટ માં બાંધકામ કરવા જેવી બાબતે ચાર જેટલા ઈશમોએ પિતા પુત્રને માર માર્યો હોય ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઇ છે. અત્યારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુ કાના વીરપર ગામે રહેતા દેવશીભાઇ શામજીભાઇ કુકવાવા (ઉ.વ.૫૫) એ આરોપી બેચરભાઈ અજુભાઈ દેકાવાડીયા, ઘનશ્યામભાઈ અજુભાઈ દેકાવાડીયા, મહીપત ચતુરભાઈ દેકાવાડીયા તથા રણજીત ચતુરભાઈ દેકાવાડીયા રહે. બધા વીરપર તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૬-૦૫-૨૦૨૪ ના સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં ફરીયાદીના કબ્જા ભોગવટા વાળા પ્લોટમાં આરોપી બેચરભાઇએ બાંધકામ કરતા ફરીયાદીએ ના પાડતા બે દિવસ પહેલા આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી કરેલ જેનુ મનદુઃખ રાખી આરોપીઓ ભેગા મળી ફરીયાદીના દીકરા ઇજા પામનાર રવી દેવશીભાઇને માથામાં જમણા કાન પાસે લાકડાના ધોકા વતી ગંભીર ઇજા પહોંચાડેલ તેમજ ફરીયાદી તથા સાહદો ત્યાં જતા આરોપીઓ ભેગા મળી ફરીયાદીને ઢીકા પાટુનો મારી ભુંડાબોલી ગાળો આપી આરોપી બેચરભાઇ તથા ઘનશ્યામભાઇએ ફરીયાદીને ધોકાવતી માથામાં ગંભીર ઇજા પહોંચાડેલ તેમજ ડાબા હાથની કોણી પાસે તથા ડાબા ખભામાં તથા જમણા કાન પાસે ઇજા પહોંચાડેલ તેમજ સાહેદ નિતાબેનને ડાબા હાથની કોણી પાસે લાકડાનો ધોકો લાગી જતા ઇજા થયેલ અને હવે પછી પ્લોટ બાબતે વાતચીત કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર દેવશીભાઇએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે