વાંકાનેર તાલુકાના ઢુંવા માટેલ રોડ પર ફેક્ટરી ક્વાટર માં ગળેફાસો ખાઈ લેતા મધ્યપ્રદેશના શ્રમિકનું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે મૃત્યુનોંધ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા માટેલ રોડ પર આવેલ સુઝારો સીરામીક કારખાનામા લેબર ક્વાર્ટરમા આવેલી ઓરડીમા રહેતા ભીમાભાઇ ચૌહણ ઉવ.પુખ્ત મૂળ રહે. ચૌહણ ફળિયુ છાપરી જાંબુઆ એમ.પી. વાળા તા. ૦૬/૦૫/૨૦૨૪ ના રાત્રિના કોઇપણ સમયે ગળે ફાંસો ખાઇ જતા ભીમાભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.