પાંચ દિવસ પૂર્વે છતર ગામે દંપતિએ સજોડે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા પ્રકરણે વ્યાજખોરો વિરૂધ્ધ ફરીયાદ 

Advertisement
Advertisement
મૃતક દંપતિના પોલીસ પુત્રે વ્યાજખોરોએ પોતાના મા બાપ ને મરવા મજબુર કર્યા ની ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવી.
પાંચ દિવસ પૂર્વે ટંકારા તાલુકાના છતર ગામે આવેલી પ્રાથમિક શાળા નજીક હડાળા ગામ ના પાટીદાર દંપતિએ સજોડે ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી લેવા ના પ્રકરણ મા મૃતક દંપતિ ના રાજકોટ પોલીસ કમિશનર કચેરીમા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પુત્રે માતા પિતા ની અંતિમવિધિ પૂર્ણ કરી શનિવારે ટંકારા પોલીસમા રાજકોટ ના બે વ્યાજખોરો વિરૂધ્ધ વિધીવત પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
રાજકોટ તાલુકાના હડાળા ગામના રહીશ નિલેશભાઈ મનસુખભાઈ ખુંટ (ઉ.વ.૪૫) અને તેમના પત્ની ભારતીબેન (ઉ.વ.૪૩) નામના આધેડ ખેડુત દંપતિ એ નજીકમા આવેલા ટંકારા તાલુકાના છતર ગામે આવેલી પ્રાથમિક શાળા નજીક ગત તા. ૩૦ મી એપ્રિલે પોતાના ઘરેથી નિકળી છતર ગામે હાઈવે નજીક આવેલી શાળા પાસે એકાંત સ્થળે પહોંચી ઢળતી બપોરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. પાટીદાર દંપતિએ પોતાના ગામથી આઠેક કીમી દુર ના ગામડે આપઘાત કરી લીધાના પ્રકરણે અંતે પાંચ દિવસ બાદ શનિવારે મૃતક દંપતિ ના એક ના એક પુત્ર કે જે રાજકોટ પોલીસ કમિશનર કચેરીમા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પુત્ર મિલન ખુંટે વિધીવત ટંકારા પોલીસસ્ટેશન ખાતે આવી ને વ્યાજખોરો ના ત્રાસથી કંટાળી માતા પિતા એ ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદ મા જણાવ્યા પ્રમાણે પોતાના માતા પિતા અને દાદી હડાળા ગામે રહે છે. અને પોતે રાજકોટ રહે છે. મૃતક પિતા નિલેશભાઈ સાતેક વર્ષ પૂર્વે રાજકોટ મા સબમર્સિબલ પંપ બનાવવાનુ કારખાનુ ધરાવતા હતા. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી ધંધામા નુકશાની આવતા આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. અને ધંધો પણ બંધ થયો હતો. આ વખતે તેમણે રાજકોટ ના બે વ્યાજખોરો આહિર અશ્ર્વિનભાઈ રાવતભાઈ મારૂ પાસે થી ચાર લાખ અને દિવ્યેશભાઈ આહિર પાસેથી ૫૦ હજાર ત્રણ ટકા લેખે વ્યાજે લીધા હતા. પિતા હાલ મકાઈ ના ડોડા વેંચી અશ્ર્વિનભાઈ ને ૧૨ હજાર અને દિવ્યેશભાઈ ને ૧૫૦૦/- રૂપિયા માસિક વ્યાજ ચુકવતા હતા. પરંતુ તેમ છતા તેઓ વ્યાજખોરો તેઓને સતત ધાકધમકી અને માનસિક ત્રાસ આપતા હતા. વ્યાજખોરો સતત ઉઘરાણી કરી ગામડે હડાળા આવી માતા પિતાને પરેશાન કરતા હોવાથી કંટાળી ને બંનેએ સજોડે આત્મહત્યા કરી લીધી હોવાની રાવ કરતા તપાસનીસ પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ કણઝારીયા એ ઈપીકો ૩૦૬,૫૦૬,૫૦૭ તથા નાણા ધીરધાર અધિનિયમ ની કલમ ૫,૩૩(૩), ૪૦,૪૨ હેઠળ વિધીવત ફરીયાદ નોંધી હતી. આગળની વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેકટર મુળુભા ધાંધલે સંભાળી તપાસ નો દોર પોતાના હાથમાં લીધો છે.