મોરબી કલેકટર કચેરીના પ્રાંગણમા રંગોળી દ્વારા વહિવટી તંત્રે મતદાન જાગૃતિ સંદેશો પાઠવ્યો.

Advertisement
Advertisement
લોકસભા ચુંટણી મતદાન ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વધુને વધુ મતદાન થાય તે માટે ચુંટણીપંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એ અંતગર્ત મોરબી જીલ્લા વહીવટી તંત્ર પણ ૧૦૦ % મતદાન થાય તે માટે પ્રયાસ કરી રહ્યુ છે. જેમા, બહેનો મહેંદી, ઘર આંગણે રંગોળી દોરી, ધંધાર્થીઓ પોતાના વ્યવસાયમાં મતદાન જાગૃતિ માટે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા કલેકટર કચેરીમા પણ મતદાન જાગૃતિ માટે સુંદર અને વિશાળ રંગોળી દોરી મતદાતાઓને ઢંઢોળવા પ્રયાસ કરાયો છે.
મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે  કલેકટર કચેરીના ગ્રાઉન્ડ મા રંગોળી દોરવામા આવી છે જેમાં મારો મત મારો અધિકાર સ્લોગન લખવામાં આવ્યુ છે. કલેકટર કચેરીમા પ્રજાજનો પોતાના પ્રશ્ર્ને કામે અરજદાર રૂપે આવતા હોય છે. ત્યારે કલેકટર કચેરીના ગ્રાઉન્ડ મા મતદાન જાગૃતિ માટે સુંદર ચિત્રાત્મક સ્વરૂપે રંગોળી બનાવી મતદાતા ઓમા મતદાન જાગૃતી માટે પ્રયાસ કરાયો છે. ૧૦૦ ટકા મતદાનની થીમ પર આ રંગોળી શિક્ષકો દ્વારા બનાવવામા આવી છે. જીલ્લા કલેકટર કે.બી.ઝવેરી, અધિક કલેકટર એસ.જે.ખાચર, નાયબ ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા સહિતનાએ મતદારોને જાગૃત થઈ ૧૦૦ ટકા મતદાન કરવા ચિત્ર દ્વારા સંદેશો પાઠવ્યો હતો.