મોરબીના વાવડી રોડ પર રહેતા યુવકને લાતી પ્લોટ શેરી નંબર બે નજીક ત્રણ જેટલા ઇસમો એ આંતરી પ્રેમ સંબંધોનો ખાર રાખી યુવકને છરીના ઘા ઝીંક્યા હોય ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે ફરીયાદ નોંધાઈ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર ગણેશનગરમાં રહેતા અમીતભાઈ સુરેશભાઈ જંજવાડીયા ઉ.21 નામનો યુવાન મજૂરીકામ કરી પરત ઘેર જતો હતો ત્યારે મોરબી લાતી પ્લોટ શેરી નં-2માં આરોપી રાજનભાઇ હેમંતભાઇ ડાભી, ભરતભાઇ ડાભી અને હેમંતભાઇ ડાભીએ યુવાનને આંતરી તું કેમ મારી બહેન સાથે પ્રેમ સંબંધ રાખે છે તેમ કહેતા ફરિયાદી અમિતભાઈએ પોતાને પ્રેમ સંબંધ ન હોવાનું જણાવતા ઉશ્કેરાયેલ આરોપીઓએ છરી વડે હુમલો કરતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.