“બૈરાઓને લાજ કાઢવાનું કેમ કહો છો ?” કહી ત્રણ શખ્સોએ પિતા પુત્રને માર માર્યો હોય ત્યારે આ બાબતે હાલ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાય છે. ત્યારે હાલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ ભવાનીનગરમાં રહેતા સાગરભાઈ નાનજીભાઈ પરમાર નામના યુવાને તેમના જ કાકાના દીકરા મયુરભાઈ ધનજીભાઇ પરમાર, શામજીભાઈ મુળજીભાઇ પરમાર અને કાકા ધનજીભાઈ ગોવિંદભાઇ પરમાર વિરુદ્ધ ફરિયાદ કરતા જાહેર કર્યું હતું કે, તેઓ તેમના ઘેર હતા ત્યારે ત્રણેય શખ્સો ઘેર આવ્યા હતા અને તમે કેમ અમારા બૈરાઓને લાજ કાઢવાનું કહો છો કહેતા સાગરભાઈના પિતા નાનજીભાઈએ કહ્યું હતું કે અમારા ઘરના બૈરા પણ લાજ કાઢતા નથી ત્યારે તમારા ઘરના સભ્યોને અમે શા માટે લાજ કાઢવાનું કહી એ તેવું કેહતા જ ઉશ્કેરાયેલા ત્રણેય ઈસમોએ ધોકા વડે હુમલો કરી પિતા પુત્રને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.