પાણી લેવા ગાડીમાંથી નીચે ઉતરતા લિફ્ટ માગી ગાડીમાં બેસેલ અજાણ્યો ઈશમ ગાડી લઈ રફુચક્કર

Advertisement
Advertisement

ગાંધીધામ થી એક અજાણ્યા શખ્સને લિફ્ટ આપી ગાડીમાં બેસાડ્યા હોય ત્યારબાદ ગાડીના માલિક પાણી લેવાની છે ઉતરતા અજાણીઓ ઇસમ ગાડી લઈને રફુચક્કર થઈ ગયો હોય ક્યારે આ બાબતે હળવદ પોલીસ મથક ખાતે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામના ગુરુકુલ પ્લોટમાં રહેતા અને ફર્નિચર કામ કરતા હર્મેશભાઈ ભરતભાઇ વ્યાસ ઉ.35 નામના યુવાને હળવદ પોલીસ મથકમાં ચોંકાવનારી ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.28ના રોજ તેઓ ગાંધીધામથી અમદાવાદ જતા હતા ત્યારે ગાંધીધામથી એક અજાણ્યા માણસે પોતે બીમાર હોય ધ્રાંગધ્રા સુધી લઈ જવાનું કહેતા હર્મેશભાઈને દયા આવતા તેમને પોતાની સ્વીફ્ટ કારમાં આ અજાણ્યા માણસને બેસાડ્યો હતો.ત્યાર બાદ હર્મેશભાઈ હળવદ પહોંચતા હળવદની સરા ચોકડીએ તેઓ પાણીની બોટલ લેવા કારમાંથી નીચે ઉતરતા જ મોકો મળતા જ અજાણ્યો ઈસમ હર્મેશભાઈની કાર લઈ રફુચક્કર થઈ જતા બનાવ અંગે હર્મેશભાઈએ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ કાર ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.