ટંકારા વિધાનસભા મત વિસ્તારના પડધરી તાલુકામાં વણપરી બહેનો દ્વારા રંગોળી કરી મતદાન જાગૃતિ કાર્યક્રમ

Advertisement
Advertisement

મતદાન જાગૃતિ માટે સરકાર દ્વારા અનેકવિધ કાર્યકમ થઈ રહ્યા છે ત્યારે ટંકારા વિધાનસભા વિસ્તારમાં પડધરી તાલુકાના ભાગ નંબર ૨૩૬માં બહેનોએ રંગોળી કરી મતદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો.

રંગોળી દરેક ઘરની શોભા વધારે છે ત્યારે ટંકારા વિધાનસભા વિસ્તારમાં પડધરી તાલુકાના ભાગ નંબર ૨૩૬ વણપરી બહેનો દ્વારા રંગોળી દોરવામા આવી હતી જેમાં “વોટ ફોર ઇન્ડિયા” સહિતના સ્લોગન સાથે રંગોળી દોરી મતદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો. દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ તેમ પણ બહેનોએ જણાવ્યું હતું.