આલાપ રોડ પર વૃદ્ધા ના ગળા માંથી સોનાના ચેનની ચોરી કરનાર આરોપી ઝડપાયો

Advertisement
Advertisement

મોરબીના આલાપ રોડ પર થી વૃદ્ધા ના ગળામાંથી સોનાના ચેન ની ચીલ ઝડપ કરતાં એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે મોરબી એલસીબીએ ચીલ ઝડપ કરનાર ચોરને ઝડપી પાડ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ પરથી વૃદ્ધા ના ગળા માંથી એક અજાણ્યો ઈસમ સોનાના ચેનની ચીલ ઝડપ કરી નાસી ગયો હોય ત્યારે આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે વૃદ્ધાએ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા આ કામના આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે મોરબી એલસીબી અને સિટી એ ડિવિઝન પોલીસે બાતમીદારો અને સીસીટીવી કેમેરાના ફુટેજનું નિરીક્ષણ કરી આરોપીને ઓળખી કાઢવા તજવીજ શરૂ કરી હતી. જે દરમિયાન આરોપી અજય માનસિંગ પરસોંડા રહે.રાજકોટ નામનો શખ્સ જુના બસસ્ટેન્ડ નજીક બાઈક લઈને ઉભો હોય પોલીસે ઝડપી લઈ પૂછતાછ કરતા આરોપી અજયે સોનાના ચેનની ચીલ ઝડપ કર્યાની કબૂલાત આપી આ ચેન કાઢી આપતા પોલીસે એક લાખનો ચેન તેમજ 20 હજારનું બાઈક કબ્જે કર્યું હતું.