મોરબી જિલ્લો હવે ક્રાઇમનું હબ બનતું જાઈ છે લુખ્ખાઓ હવે પોતાની મરજી થી ક્રાઇમ ને અંજામ આપી રહ્યા છે વિદેશી દારૂની રેલમછેલ મારામારી લૂંટ ચિલ ઝડપ જેવા અસંખ્ય ગુના પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે ત્યારે ચોર ની હિંમત જુઓ ઘર નજીક આવી ને સોનાનો ચેન ઝૂંટવી નાસી છૂટવામાં સફળ રહ્યો છે
મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ પર નવજીવન પાર્કમાં રહેતા મંજુલાબેન કાંતિભાઈ દેત્રોજા (ઉ.વ.૬૦) એ આરોપી મોટરસાયકલ લઈને આવેલ એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૪-૦૪-૨૦૨૪ ના રોજ ફરીયાદી તથા સાથી પોતાના ઘર પાસે શેરીમા બેઠેલ હોય તે દરમ્યાન એક અજાણ્યો ચોર ઈસમ પોતાનુ મોટર સાઈકલ લઈ આવી થોડે દુર પાર્ક કરીને ફરીયાદીએ ગળામા પહેરેલ આશરે સોળ ગ્રામ સોનાનો ચેન કિ રૂ ૧,૦૦,૦૦૦/-વાળાને ઝુટવીને ચીલઝડપ કરી નાસી ગયો હતો જેથી આ બનાવ અંગે ભોગ બનનાર મંજુલાબેને આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯(A-1)(3) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.