હળવદના રાતાભેર ગામેથી સગીર વયની દીકરીને ભગાડી જનાર આરોપી ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતેથી ઝડપાયો
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા ફરિયાદીની સગીર વયની દિકરીને આરોપી જીતુ ઉર્ફે જીતેશભાઈ વરશીંગભાઈ કેરવાડીયા ઉ.વ.૨૩ રહે. રાતાભેર તા.હળવદ જી.મોરબી વાળો સગીરવયની દીકરી હોવાનું જાણતો હોવા છતા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હોય ત્યારે આ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાનગી બાતમી તેમજ ટેકનીકલ સોર્સ મારફતે અપહરણના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને હળવદ પોલીસ ટીમે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે હળમતીયા ગામની સીમમાંથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.