સગાઈ તૂટ્યા બાદ યુવતીના લગ્ન બીજા યુવક સાથે થઈ જતા ખાર રાખી એક શખ્સ એ યુવકને માર માર્યો

Advertisement
Advertisement

મુળ કચ્છના રહેવાસી અને હાલ મોરબી રહેતા એક શખ્સની સગાઈ યુવતી સાથે તૂટી જતા યુવતીના લગ્ન અન્ય યુવક સાથે થઈ જતા તે બાબતનો ખાસ રાખી આ શખ્સ દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હોય ત્યારે આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઇ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ કચ્છના રાપર તાલુકાના સાણવા ગામના ટ્રક ડમ્પર ચાલક મોમૈયાભાઈ ભગવાનભાઈ રબારી ઉ.22 નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.28ના રોજ તેઓ કચ્છથી માટી ભરી મોરબી ખાલી કરવા આવતા લક્ષ્મીનગર ગામ નજીક વે બ્રિજમાં કાંટો કરાવી ટ્રાન્સપોર્ટની ઓફિસે જતા હતા ત્યારે મૂળ કચ્છના રાપર તાલુકાના ભુટકીયા ગામના અને હાલ મોરબી રહેતા આરોપી સાજણ નારણભાઇ રબારી અચાનક પાછળથી આવી ચડ્યો હતો અને પાઈપનો એક ઘા માથામાં તેમજ હાથ ઉપર મારતા મોમૈયાભાઈ પડી ગયા હતા. વધુમાં પોતાના ઉપર થયેલા હુમલા અંગે મોમૈયાભાઈએ પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું કે, અગાઉ સાજણની સગાઈ મોમૈયા ભાઈના પત્ની વિરાબેન સાથે થઈ હતી જે સગાઈ તૂટી ગયા બાદ મોમૈયાભાઈ સાથે છ મહિના પહેલા સગાઈ લગ્ન થતા આ બાબતનો ખાર રાખી આરોપી સાજણે હુમલો કર્યો હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપી સાજણ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.