વાવડી રોડ પરથી 48 જેટલા વોડકાના ચપલા સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement

મોરબીના વાવડી રોડ નજીક આવેલ શક્તિધામ મંદિર સામે બાવળની કાંટ માંથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે 48 જેટલા વ્હાઇટ વોડકા ના ચપલા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શક્તિધામ મંદિર સામે આવેલ બાવળની કાટમાંથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આરોપી ભાવિન કાનજીભાઈ મકવાણા રહે.શનાળા રોડ, હાઉસિંગ બોર્ડ મોરબી વાળાને વાઈટ લેસ વોડકા બ્રાન્ડ વિદેશી દારૂના 48 ચપલા કિંમત રૂપિયા 4800 તેમજ 1200 રૂપિયાના મોબાઈલ સાથે ઝડપી લીધો હતો. આરોપીએ પ્રાથમિક પૂછતાછમા દારૂનો આ જથ્થો સલીમ જુસબભાઈ કટિયા રહે.ઇદ મસ્જિદ રોડ મોરબી વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી સલીમને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.