અકસ્માત નો ભોગ બનેલા બંને વૃધ્ધા સહિતના દ્વારકા દર્શન કરી પરત ફરી રહ્યા હતા.

ટંકારા – જામનગર હાઈવે ફરી વધુ એક વખત રકતરંજીત બન્યો હતો. મંગળવારે મોરબીનો બારોટ પરીવાર દ્વારકા દર્શન કરી પરત ફરી રહ્યા હતા એ વખતે ટંકારા તાલુકાના હિરાપર ગામ ના પાટીયા પાસે ચાલકે સ્ટીયરીંગ ઉપર થી કાબુ ગુમાવતા કાર હાઈવે પર થી ગોથુ ખાઈ રોડ નીચે ખાબકી પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમા, કાર મા સવાર સાત પૈકી બે વૃધ્ધા ના સ્થળ પર મોત નિપજયા હતા. જયારે અન્ય પાંચેય ને નાની મોટી ઈજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ મંગળવારે ટંકારા વાયા લતીપર જામનગર હાઈવે પર ટંંકારાથી આઠેક કીમી દુર હિરાપર ગામ ના પાટીયા પાસેથી હાઈવે પર સડસડાટ પસાર થતી કાર ના ચાલકે ઓચિંતા સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા કાર રોડ પર થી ગોથુ ખાઈ અને રોડ નીચે પલ્ટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જાણવા મળ્યા પ્રમાણે અકસ્માત સર્જનારી કાર મા ચાલકના પરીવાર સહિત કુલ સાત વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા. જે પૈકી મોરબીના ઘુંટુ રામકો વિલેજ મા રહેતા નિર્મળાબેન રાજેશભાઈ સોનપાલ (ઉ.૬૫) અને ગૌરીબેન રામકુમાર રેણુકા (ઉ.૭૦)નુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. જ્યારે કાર ચાલક શક્તિ રાજેસ બારોટ તેમના પત્ની જલ્પાબેન ઉપરાંત તેમની ત્રણ પુત્રીઓ આસ્થા, તુલસી અને જીનલ ને સામાન્ય ઈજા થઈ હતી. જાણવા મળ્યા પ્રમાણે મૂળ સુરેન્દ્રનગર ના હાલ મોરબી ઘુંટુ વસતો પરીવાર સ્નેહી સંગાથે અલ્ટો કાર મા દ્વારકા દર્શન કરવા ગયા હતા. અને દ્વારકાધીશના દર્શન કરી પરત ફરી રહ્યા હતા એ વખતે અકસ્માત સર્જાતા બે વૃધ્ધા ના મોત નિપજયા હતા. અકસ્માત ના બનાવની પોલીસને જાણ થતા બીટ જમાદાર ઈમ્તિયાઝ જામ સહિતનાઓ હોસ્પિટલ દોડી આવી બનાવની હકીકત જાણી વધુ તપાસ હાથ ધરી હતી.
———————————————————————–
ધ્રુવનગર પાસે હાઈવે પર એસ.ટી.અને ઈનોવા અથડાયા
અકસ્માત ના અન્ય એક બનાવમા રાજકોટ મોરબી હાઈવે પર ટંંકારા તાલુકાના ધ્રુવનગર પાસે એસટી બસ અને ઈનોવા કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે જાનહાની ટળી હતી. ઈનોવા ના ચાલકે એસટી બસ ડ્રાઈવર સામે પુરપાટ ઝડપે બસ હંકારી પોતાની કાર ને ઠોકર મારી અકસ્માત સર્જવા સબબ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.