મોરબી તાલુકાના બેલા ગામ નજીક દેશી દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો

Advertisement
Advertisement

મોરબીના બેલા ગામ નજીક દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડય છે. ત્યારે તેના વિરોધ પ્રોહીબિશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના બેલા ગામ નજીક એન્ટીલા સિરામિક ફેકટરી પાસેથી મોરબી તાલુકા પોલીસે એક્સેસ મોટર સાયકલ ઉપર દેશી દારૂની હેરફેર કરી રહેલા મોરબીના વેજીટેબલ રોડ ઉપર રહેતા મામદભાઈ હારુનભાઈ જામ ઉ.58નામના શખ્સને ઝડપી લઈ રૂપિયા 100નો 5 લીટર દેશી દારૂ તેમજ 10 હજારનું એક્સેસ મળી 10,100નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.