લોકશાહીના પર્વ એવા ચૂંટણીમાં વોટિંગની ટકાવારી વધારવા માટે ચૂંટણી પંચ તેમજ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસની સાથે મોરબી જિલ્લામાં ભાવેશ મોલ દ્વારા પણ એક આગવી પહેલ કરવામાં આવી છે. મોરબીના ભાવેશ સુપર માર્કેટમાં કોઈપણ મતદાર મતદાન કરીને ખરીદી કરવા જશે તો રૂપિયા ૯૯૯ ની ખરીદી ઉપર ૧ કિલો મધુરની ખાંડ ફ્રી આપવામાં આવશે.
આ બાબતે ભાવેશ સુપર માર્કેટના માલિકશ્રી મેહુલભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, મતદાન જાગૃતિ માટેનું હાલ જે અભિયાન ચાલી રહ્યું છે તેમાં અમારું ભાવેશ સુપર માર્કેટ પણ સહભાગી બનશે. અમે અમારા ભાવેશ સુપર માર્કેટમાં જે વ્યક્તિ મતદાન કરીને આવશે અને મતદાનનું પ્રુફ એની આંગળી હાથ પર નિશાન બતાવશે તેમને મતદાનના દિવસે ૭ મેના રોજ રૂપિયા ૯૯૯ ની ખરીદી પર ૧ કિલો મધુર ખાંડ ફ્રી આપવામાં આવશે. વધુમાં લોકોને અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, અમે પણ મતદાન કરશું અને તમે પણ અવશ્ય મતદાન કરજો.
ચૂંટણીને લોકો પર્વ સમજી ઉજવે અને મતદાન કરી આ લોકશાહીમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે તે માટે ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લાના વિવિધ મોલ, શો રૂમ અને દુકાનો પણ આ મતદાન જાગૃતિના પ્રયાસમાં ચૂંટણી તંત્રને સાથ આપી રહ્યા છે. મોરબી જિલ્લામાં અનેક વેપારીઓ દ્વારા મતદારોને મતદાન પ્રત્યે પ્રેરિત કરવા માટે અનેકવિધ ઓફર બનાવવામાં આવી રહી છે.