પોતાની સગાય થયેલ યુવતી સાથે ફોન પર બોલાચાલી થતાં લાગી આવતા મૂળ મૂળ ઉત્તરપ્રદેશના આજમગઢ જિલ્લાના વતની ૨૩ વર્ષીય યુવાને લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના આજમગઢ જિલ્લાનો વતની અખિલેશ ખરપતુભાઈ વર્મા ઉ.23 મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ કેરોનાઈટ કઝારીયા સિરામિક કારખાનામાં ફોર કલીપ ડ્રાઇવિંગનું કામ કરતો હતો જેને પોતાની જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી સાથે ફોનમાં વાતચીત દરમિયાન બોલાચાલી થયા બાદ લાગી આવતા પોતાની લેબર રૂમમાં જઈ ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.