મોરબી તાલુકાના ભડીયાદ રોડ ઉપર આવેલ એક કારખાનામાં પતરા ચડાવતી વખતે કોઈ કારણોસર નીચે પટકાતા યુવાનનું મોત નિપજ્યું હતું.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ભડિયાદ રોડ ઉપર આવેલ 777 નામના કારખાનામાં પતરા ચડાવતી વખતે ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા જયસિંગ રાઘવસિંગ નામનો યુવાન નીચે પટકાતા ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.