સાસરીયા પક્ષના ત્રાસથી કંટાળી પરિણીતાએ મોત વ્હાલું કર્યું

Advertisement
Advertisement

માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામે પરણીતાને તેના સાસરીયા પક્ષ તરફથી એટલે કે તેમના સાસુ સસરા અને પતિ તરફથી માનસિક ત્રાસ આપવામાં આવતો હોય અને તેનો પતિ નશો કરી અવારનવાર પરિણીતા સાથે માથાકૂટ કરતો ત્યારે આ બાબતે કંટાળી પરિણીતા એ ગળે ફાંસો ખાય લેતા મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે મૃતક ના માતાએ પોલીસ મથક સાથે ફરિયાદ નોંધાવી છે

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિયાણા ગામે રહેતા આયશાબેન અવેશભાઈ કટિયાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.9 માર્ચના રોજ તેમની પુત્રી પરવીને અંજીયાસર પતિ ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવના મૃતક પરવીનના પતિ આસિફ ઉમરભાઈ મુલ્લા અને સાસુ જરીનાબેન મુલ્લા અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપવાની સાથે પતિ આસિફ નશો કરી મારકુટ કરતો હોય પરવીનને મરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.