ચુંટણી સંદર્ભે હાઈવે પર વાહન ચેકીંગ કરતી LCB ને બાતમી મળતા વાહન રોકાવી ઝડપી લીધો.


રાજકોટ મોરબી હાઈવે પર ઈંગ્લીશ દારૂ ના જથ્થા સાથે ચોક્કસ નંબર ની કાર ટંકારાના મોરબી તરફથી રાજકોટ તરફ જતી હોવાની ચોક્કસ હકિકત જીલ્લાની ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મળતા પોલીસે ટંકારાના મિતાણા ગામ નજીક વોચ ગોઠવી હાઈવે પર પસાર થતી કાર ને રોકી તલાસી લેતા ઈંગ્લીશ દારૂ ની બોટલ તથા દારૂના પાઉચ ૩૩૬૦ તથા માલવાહક વાહન કિંમત રૂપિયા ૫.૯૧ લાખ ના મુદ્દામાલ સાથે એક શખ્સ ને દારૂ સગેવગે થાય એ પૂર્વે ઝડપી લીધો હતો.
હાલ લોકસભાની ચુંટણી મા દારૂની રેલમછેલ કરવા દારૂના ધંધાર્થીઓ ટુંકા માર્ગે નાણા કમાવવા છીંડા ગોતી દારૂની હેરાફેરી કરી માલ સગેવગે કરવાની સીઝન હોવાથી પોલીસે પણ આવી હેરાફેરી પર તવાઈ ઉતારી છે. મોરબી જીલ્લા
ગુન્હા શોધક શાખાના પોલીસ ઈન્સ્પેકટર એમ.પી. પંડ્યા ને ચોક્કસ બાતમી મળી હતી કે, માલવાહક વાહન નં જીજે ૩૬ વી ૪૩૫ ઈંગ્લીશ દારૂ ભરીને મોરબી તરફથી રાજકોટ તરફ જવા રાજકોટ મોરબી હાઈવે પર પસાર થઈ રહ્યુ છે. બનાવની હકિકત મળતા ચુંટણી સંદર્ભે વાહન ચેકીંગ મા રહેલી પોલીસે ટંકારા તાલુકાના મિતાણા નજીક બાતમી વાળુ વાહન નિકળતા હાઈવે પર રોકાવી તલાસી લેતા વાહનમાંથી અંગ્રેજી શરાબની બોટલ તથા પાઉચ નો જથ્થો મળી આવ્યો હતો. મળી પોલીસે દારૂ ના જથ્થો મીની મેટાડોર ટાઈપ વાહન સહીત રૂપિયા ૫.૯૧ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી ચાલક રાજકોટ ના જંકશન પ્લોટ શેરી નં -૧ મા રહેતા સાજીદ અલારખા લંજા ની વિધીવત ધરપકડ કરી હતી. જ્યારે, આ ગુન્હા સબબના અન્ય મોસીન રફીક કડિયા રહે મોરબી વાળો શખ્સનુ નામ ખુલતા પોલીસે ટંકારા પોલીસ મથકમા ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.