ટંકારાના મિતાણા ગામ નજીક ઈંગ્લીશ દારૂથી ભરેલ ગાડી ઝડપી પડતી એલસીબી

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક ઇરીગેશનના બંગલા પાસેથી ઈંગ્લીશ દારૂથી ભરેલ જીતો ગાડી સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ગઈકાલે બપોરે રાજકોટ – મોરબી રોડ ઉપર ટંકારા નજીક વોચ ગોઠવી વિદેશી દારૂના ચપલા અને પાઉચ લઈને પસાર થતી પાઈલોટિંગ સાથેની એસન્ટ કારને અટકાવતા આરોપી સાજીદ અલ્લારખાભાઈ લંજા ઉ.34 રહે.રાજકોટ જંકશન પ્લોટ નામનો શખ્સ ઝડપાઇ ગયો હતો. જો કે, પાછળ રહેલી મહિન્દ્રા જીતો પ્લસ ગાડીનો ચાલક પોલીસને જોઈ નાસી જતા પોલીસે ગાડીનો પીછો કરતા આ ગાડી મિતાણા ગામના ઇરીગેશન બંગલો પાસે રેઢી મૂકી આરોપી મોહસીન રફીકભાઈ કડીયા રહે.મોરબી વાળો નાસી ગયો હતો.પોલીસના હાથે ઝડપાયેલા રાજકોટના સાજીદની પૂછતાછ કરતા વિદેશી દારૂ વેચાણ માટે રાજકોટ લઈ જઈ રહ્યાની કબૂલાત આપી હતી. આ મહિન્દ્રા જીતો ગાડીમાંથી રોયલ ક્લાસિક વ્હિસ્કીના ૧૧૪૦ પાઉચ તેમજ વાઈટ લેસ વોડકા બ્રાન્ડ દારૂના ૧૮૦ એમએલ માપના કી.રૂ. ૧,૪૪,૦૦૦/- તેમજ ૧૯૩૦ ચપલા કી.રૂ. ૧,૯૨,૦૦૦/- મળી આવ્યા હતા. પોલીસે દારૂની આ રેઇડમાં એસન્ટ કાર, મહિન્દ્રા જીતો વાહન તેમજ દારૂનો જથ્થો અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૫,૯૧,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મોરબીના મોહસીનને ફરાર દર્શાવી રાજકોટના સાજીદ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.