મોરબીના નીચી માંડલ ગામે સિરામિક ફેક્ટરીમાં કામ કરતા ઉત્તર પ્રદેશના યુવાને ભાઈ સાથે બોલા ચાલી બાબતે લાગી આવતા ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતુ. ત્યારે આ બાબતે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નીચી માંડલ ગામે સિમ્પેરા સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની ઉમેશ સખો રામપાલ ઉર્ફે આપજી યાદવ ઉ.42 નામના યુવાનને તેમના ભાઈ સાથે ફોનમાં વાતચીત દરમિયાન બોલાચાલી થતા મનમાં લાગી આવતા આ યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.