ટંકારાના લગધીરગઢ રોડ પરની ફેક્ટરીમાં ઝારખંડના યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત

Advertisement
Advertisement

ટંકારા ના લગધીરગઢ રોડ પર આવેલ એક ફેક્ટરીમાં કામ કરતા ઝારખંડના યુવાને લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. ત્યારે આ અંગે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારાના લગધીરગઢ રોડ ઉપર આવેલ રાધાલક્ષ્મી સ્પિનટેક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેકટરીમાં કામ કરતા અને રહેતા મૂળ ઝારખંડ રાજ્યના વતની સંતોષ સીતારામ ગોસ્વામી ઉ.30 નામના યુવાને કૌટુંબિક ચિંતામાં પોતાના લેબર રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.