મોરબીના લીલાપર રોડ પર આવેલ ચાર માળિયા પાછળ એક યુવાનનું મૃતદે મળી આવ્યો છે ત્યારે આ બાબતે હાલ પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લીલપર રોડ ઉપર આવેલ ચાર માળીયા પાછળ ખડીયા નાકા નજીકથી સંજય રમેશભાઈ કુંઢીયા ઉ.32 નામના યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે, વધુમાં મૃતક યુવાનનું કોઈ બીમારી સબબ મૃત્યુ થયાનું સામે આવ્યું હોવાનું અને બનાવ મામલે પોલીસે હાલમાં ઝીણવટ ભરી તપાસ શરૂ કર્યાનું જાણવા મળે છે.