વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે ન્યાયાલય માં વૃક્ષારોપણ કરાયું

Advertisement
Advertisement

ન્યાયિક અધિકારીઓ, મોરબી જીલ્લા મુખ્ય મથક આ કાર્યક્રમમાં સહભાગી બન્યા

ચેરમેન, ડીએલએસએ મોરબી, શ્રી આર.જી. દેવધરાની સૂચનાને પગલે, મુખ્ય મથકના તમામ ન્યાયાધીશો અને સ્ટાફ સાથે 22મી એપ્રિલ, “વિશ્વ પૃથ્વી દિવસ” “વર્લ્ડ અર્થ ડે” ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું.

ઈન ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ, શ્રી ડી.પી. મહિડાએ , પ્રથમ વડ નું વૃક્ષ રોપેલ અને તેમણે હાજર દરેકને પૃથ્વીને સ્વચ્છ રાખવા, વધુ વૃક્ષો વાવવા, બગીચાઓની સંભાળ રાખવા અને પર્યાવરણને નુકસાન ન થાય તેવી ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરવાના મહત્વ વિશે યાદ અપાવ્યું. અન્ય ન્યાયિક અધિકારીઓ , આદરણીય વી.એ. બુદ્ધા, જે.વી. બુદ્ધા મેમ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ. જે.ખાન, સી. વાય. જાડેજા, પી. એસ. સ્વામીએ સક્રિય ભાગ લીધો અને વ્યક્તિગત રીતે વૃક્ષારોપણ કર્યું હતું

દિવસને વિશેષ બનાવવા માટે, બાર એસોસિએશનના પ્રમુખ શ્રી દિલીપ અગેચાણીયા અને તેમના સાથી વકીલશ્રીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું.રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી એસ.બી. ભરવાડ અને તેમની ટીમે કાર્યક્રમ માટે વ્યવસ્થા કરી હતી અને રૂબરૂ હાજર રહ્યા હતા.તાલુકા કોર્ટના ન્યાયાધીશોએ પણ જિલ્લા ના તાલુકા મથકોએ પોતપોતાના કોર્ટ વિસ્તારમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશો આપ્યો હતો.