હળવદ ની આસોપાલવ સોસાયટીમાં રહેતા 34 વર્ષીય મહિલાને વીજશોક લાગતા તેમનો મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે હાલ અકસ્માતે મૃત્યુ નોંધ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદની આસોપાલવ સોસાયટીમાં રહેતા હેમાંગીબેન જયકુમાર પટેલ ઉ.34 ને પોતાના ઘેર પાણીથી છત ધોતા હતા ત્યારે વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.