ટંકારા પાસે ટ્રક સ્કોર્પિયો વચ્ચે ટક્કર, અકસ્માત બાદ ટ્રક શાળાની દિવાલ તોડી અંદર ઘુસી ગયો.

Advertisement
Advertisement
સદનસીબે શાળાના મેદાનમા વિધાર્થીઓ ન હોવાથી જાનહાની ટળી
રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા નજીક ટ્રક અને સ્કોર્પીયો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા હાઈવે કાંઠે આવેલી ખાનગી શાળાની દીવાલ તોડી ટ્રક શાળા ના મેદાનમા ઘુસી ગયો હતો. સદનસીબે શાળાના પટાંગણમા વિધાર્થીઓ ન હોવાથી જાનહાની ટળી હતી. જોકે, ટ્રકમા ભરેલ લગેજ શાળા ના ગ્રાઉન્ડમા ચોતરફ વેરવિખેર થઈ પડતા ઘડીક વાર અફરાતફરી મચી જવા પામી હતી.
ટંકારા નજીક રાજકોટ હાઈવે પર આવેલ ખાનગી શાળા પાસે ટ્રક અને સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક હાઈવે કાંઠે આવેલી ખાનગી શાળા ના મેદાનમા ઘુસી ગયો હતો. ટ્રક મા ભરેલો ભારે સામાન (લગેજ) હાઈવે પર અને શાળા ના મેદાનમા વેરવિખેર થઈ ચોતરફ ફેલાઈ ગયો હતો. સદનસીબે શાળાના મેદાનમા વિધાર્થીઓ ન હોવાથી જાનહાની ટળી હતી. અકસ્માત ના બનાવમા સ્કોર્પિયો હાઈવે પર પલટી મારી આડો સુઈ જતા થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે, પોલીસને બનાવની જાણ થતા પોલીસે બનાવ સ્થળે દોડી આવી હાઈવે પર માર્ગ પૂર્વવત કરાવ્યો હતો.