જારીયા પરિવાર ના આંગણે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં પત્રકારોનું સન્માન કરાયું

Advertisement
Advertisement

મોરબી ખાતે જારીયા પરિવારના આંગણે એટલે કે સામતભાઈ આલાભાઈ જારીયા ( પૂર્વ પાલિકા પ્રમુખ ) પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ના પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ એસોસિએશનના હોદેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

જારીયા પરિવારના આંગણે યોજાયેલ ભાગવત સપ્તાહ નું રસપાન હજારો લોકો કરી રહ્યા છે. સપ્તાહમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે છે. તેમજ સપ્તાહ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં લોક ડાયરા સહિત કાર્યક્રમો પણ યોજાયા હતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શ્રી મદ ભાગવત સપ્તાહ માં યજમાન પરિવાર દ્વારા એસોસિયાસન પ્રમુખ સુરેશભાઈ નું સન્માન કરવામાં આવ્યું હતું.ઉપરાંત પત્રકાર ડેનિશભાઈ દવે , ઋષિભાઈ મહેતાનું ભરતભાઈ જારીયા એ સન્માન કર્યું હતું. તેમજ અતુલભાઈ, ભાસ્કરભાઈ, રાકેશભાઈ, હર્ષ જાની સહિતના અન્ય પત્રકરો નું પણ સન્માન કરવામાં આવ્યું હતું.