ભાડે આપેલ ગાડી પરત લેવા આવેલ રાજકોટના ૧૩ જેટલા શખ્સોએ જાન થી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ

Advertisement
Advertisement

મોરબીના વીસીપરા વિસ્તારમાં ભાડે આપેલ ગાડી પરત લેવા આવેલ 13 જેટલા શખ્સોએ આ ગામના ફરિયાદી જોડે અસોભનીય વર્તન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય ત્યારે આ બાબતે ફરિયાદીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ૧૩ જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરામાં બનેલી ઘટના અંગે ફરિયાદી શરીફાબેન ઉર્ફ મુમતાજબેન દાઉદભાઇ જામે રાજકોટના (૧) આનંદ ગણપતભાઇ દવે (૨) ભાવીક ભરવાડ(૩) રવી ભરવાડ(૪) અભય મકવાણા (૫) ધવલ મકવાણા (૬) ધર્મેશ બારોટ (૭) ધવલભાઇ મુકેશભાઇ પ્રજાપતિ (૮) રજત સાવલીયા (૯) પાર્થ પટેલ (૧૦) વિવેક ઉમરેઠીયા (૧૧) ભરત ડાંગર (૧૨) સમીર સલીમભાઇ શાહમદાર (૧૩) સાહિલ બોદુભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, બુધવારે મોડીરાત્રે આ તમામ શખ્સ તેમના ઘર પાસે આવી પાડોશમાં રહેતા રસુલભાઇની હુન્ડાઇ કંપનીની વેરના ગાડી લઈ જવાની કોશિશ કરતા હોય શરીફાબેન અને તેમના પતિએ આરોપીઓને રોકયાં હતાં.વધુમાં રાજકોટથી અલગ-અલગ ત્રણ ગાડીમાં આવેલા શખ્સોએ જણાવ્યું હતું કે અમે ગાડી ભાડે આપીએ છીએ અને આ ગાડીમાં જીપીએસ ફિટ કરેલ છે અમારી ગાડી ભાડે ગયા બાદ ભાડું મળ્યું ન હોય આજે અમે ગાડી લેવા આવ્યા છીએ અમને કોઈ રોકી ન શકે કહી હંગામો મચાવી શરીફાબેન સાથે આસોભની વર્તન કરી બોલાચાલી અને ઝઘડો કરી ગાળાગાળી બાદ જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.