મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ જેટકો સબ સ્ટેશન માંથી બે બાઈકની ઉઠાંતરી થઈ હોય ત્યારે આ અંગે હાલ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે આ બાઈક ચોરને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ જેટકોના સબ સ્ટેશનમાં નોકરી કરતા અને સબ સ્ટેશનમાં જ આવેલા સ્ટાફ ક્વાટર્સમાં રહેતા નિલેષકુમાર કનુભાઇ ડામોરનું રૂપિયા 1,00,000/- ની કિંમતનું યામાહા બાઈક તેમજ સાહેદ જીજ્ઞેશભાઇ ખરાડીનુ રૂપિયા 30,000/- ની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.