પ્લાસ્ટિક ફેકટરીમા લેબર કામ કરતી શ્રમિક મહિલા રસોઈ બનાવતી વખતે દાઝી જતા મૃત્યુ પામતા માસુમ બાળા એ મા ની હુંફ ગુમાવી.

ટંકારા તાલુકાના છતર ગામ નજીક કારખાનામા લેબર કામ કરતી પરપ્રાંતિય પરીણીતા રસોઈ બનાવતી વખતે કોઈ કારણોસર દાઝી જતા તેણીનુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતુ.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા છતર ગામ નજીક આવેલી પ્લાસ્ટિક ફેકટરીમા લેબર કામ કરતી રાધિકાબેન ગુડુભાઈ રાજભર (ઉ.વ.૩૦) નામની આશાસ્પદ પરિણીતા પોતાની ઘરે રસોઈ બનાવતી વખતે કોઈ કારણોસર દસેક દિવસ પૂર્વે આગ ની લપેટમા આવી જઈ દાઝી ગયા હતા. આકસ્મિક સંજોગોમા દાઝી ગયેલી પરપ્રાંતિય શ્રમિક પરીવારની આશાસ્પદ પરીણીતાને સારવાર માટે ટંકારા, મોરબી બાદ રાજકોટ ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત નીવડે એ પૂર્વે તેણીનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. જાણવા મળ્યા પ્રમાણે મૃતક પરીણીતાના છએક વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. અને સંતાનમા એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મોત ની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.