મોરબીના લીલાપર કેનાલ રોડ પર લાડલી પાર્ટી પ્લોટ પાછળ આવેલ મહર્ષિ ટેક્સટાઇલ નામના કારખાનામાં કામ કરતા એક 26 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર કારખાનામાં પોતાના રૂમમાં ગળેફાસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે હાલ પોલીસ મૃત્યુનોંધ કરી કાર્યવાહી કરી રહી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ પાછળ આવેલ મહર્ષિ ટેક્સટાઇલ નામના કારખાનામાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની નરેન્દ્ર અતારસિંહ રાજપુત ઉ.26 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર કારખાનાંમાં આવેલ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.