મોરબીના આલાપ રોડ પર આવેલ પટેલ નગર સોસાયટીમાં નેપાળી યુવાને પત્ની સાથે બોલાચાલી થયા બાદ લાગી આવતા ગળેફાસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. ત્યારે આ અંગે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ ઉપર પટેલ નગરમાં આશિષ એપાર્ટમેન્ટમાં રહેતા પરેકભાઈ દુર્ગાભાઈ બીકે ઉ.28 નામના યુવાનને તેમના પત્ની સાથે મોબાઈલ ફોનમાં કોઈ બાબતે બોલાચાલી થયા બાદ લાગી આવતા એપાર્ટમેન્ટના રૂમમાં સીસીટીવી રાખવાના ડીવીઆર સ્ટેન્ડના એન્ગલ સાથે ચાદર બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.