અકસ્માત નો ભોગ બનેલા ચારેય પાડોશી હોવા સાથે મિત્રો હોય એક ને કામ હતુ ચારેય મિત્ર દાવે સંગાથે નિકળા’તા.
અકસ્માત સર્જવા પંકાયેલા ટંકારા -પડધરી રોડ ફરી વધુ એક વખત રકતરંજીત બન્યો હતો. રામનવમી ના બીજા દિવસે ગુરૂવારે બપોરે મોરબીના ચાર મિત્રો કોઈ કામ સબબ ધ્રોલ જતા હોય એ વખતે ટંકારા તાલુકાના નેકનામ દહીંસરા વચ્ચે ચાલકે સ્ટીયરીંગ ઉપર થી કાબુ ગુમાવતા કાર હાઈવે પર થી ગોથુ ખાઈ રોડ નીચે ખાબકી પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમા, કાર મા સવાર ચાર પૈકી બે સગા ભાઈઓના સ્થળ પર મોત નિપજયા હતા. જયારે અન્ય બે મિત્રોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા.
મળતી માહિતી મુજબ ગુરૂવારે બપોરે ટંકારા પડધરી ડબલ પટ્ટી રોડ પર ટંંકારા તાલુકાના નેકનામ દહીંસરા વચ્ચે સડસડાટ પસાર થતી કાર ના ચાલકે ઓચિંતા સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા કાર રોડ પર થી ગોથુ ખાઈ અને રોડ નીચે ખાડા મા પલ્ટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જાણવા મળ્યા પ્રમાણે અકસ્માત સર્જનારી કાર મા ચાર મિત્રો બેઠા હોય જે પૈકી મોરબીના વિસીપરામા રહેતા બે સગા ભાઈઓ સોયેબ હૈદર જેડા (ઉ.૩૭) અને તેના નાનાભાઈ અલ્તાફ (ઉ.૨૪)નુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય બે મિત્રો સાહિદ ઈલ્યાસ કટીયા અને સંજય અવચર ઝીંઝુવાડીયા ને ગંભીર ઈજા થતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા હતા. જાણવા મળ્યા પ્રમાણે ચારેય મિત્રો કોઈ કામ સબબ ધ્રોલ જવા નિકળ્યા હતા. અને અકસ્માત સર્જાતા બે આશાસ્પદ સગાભાઈ ઓ ના કરૂણ મોત નિપજયા હતા.