મોરબી એલસીબી ટીમ મોરબી જેતપર રોડ ઉપર લાર્સન સિરામિક માંથી આનો દીકરો પેટ્રોલિયમ પ્રવાહી નો 16,500/- લિટરનો જથ્થો તેની કિંમત 11,55,000/- રૂ. હોય ત્યારે પેટ્રોલિયમ પ્રવાહીના જથ્થા તેમજ અન્ય મુદ્દા માલ સહિત કુલ 31,60,5 00/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબીને બાતમી મળી હતી કે, મોરબી-જેતપર રોડ બેલા ગામ પાસે આવેલ લાર્સન સીરામીક કારખાનામાં ટ્રક ટેંકર નંબર- GJ-39-T-5238 વાળામાંથી બોલેરો પીકઅપ ટેંકર નં-GJ-06-AZ-7597 વાળામાં અનઅધિકૃત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભેળસેળ યુકત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો કાઢી હેરાફેરી કરવામાં આવે છે.બાતમીને આધારે લાર્સન સીરામીકમાં રેઇડ પાડતા મહેશભાઈ ઉર્ફે ભગવાનજીભાઇ અરજણભાઇ દેત્રોજા, રહે. મોરબી ન્યુ ચંદ્રેશ સોસાયટી, પંચાસર રોડ મુનનગર ચોક, મોરબી વાળાના કબજામાંથી પેટ્રોલીયમ પ્રવાહી લીટર 16500 કિંમત રૂપિયા 11.55 લાખ, ટ્રક ટેંકર નંબર-GJ-39-T-523 કિંમત રૂપિયા 15 લાખ, બોલેરો પીકઅપ ટેંકર નં-GJ-06-AZ-7597 કિંમત રૂપિયા 5 લાખ, ઇલેકટ્રીક મોટર કિંમત રૂપિયા 5 હજાર તેમજ પ્લાસ્ટીકની પાઇપ નંગ-2 કિંમત રૂપિયા 500 સહિત કુલ 31,60,500નો મુદામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.