મોરબી તાલુકાના સાપર ગામે પાવડીયારી કેનાલ નજીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા 22 વર્ષીય પરિણીત એ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. ત્યારે આ બાબતે પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાપર ગામે પાવડીયારી કેનાલ નજીક આવેલ અલ્ટ્રા મિનરલ કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતા રમતીબેન રાકેશભાઈ ડાવર ઉ.22 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.