ભાજપની તાનાશાહી: પરસોતમ રૂપાલા મોરબીના પ્રવાસે, ક્ષત્રિય સમાજના આગેવાનો નજર કેદ.
હાલ પરસોતમ રૂપાલા ની ટિપ્પણી બાદ રાજ્યમાં ક્ષત્રિય સમાજ ભાજપ નો વિરોધ કરી રહ્યો છે અને પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ કરવા ની માંગ સાથે આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે ભાજપ જાણે તાનાશાહી કરી રહ્યું હોય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. તો આજરોજ રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરસોતમ રૂપાલા મોરબીના પ્રવાસે આવવાના હોય ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો ને નજર કેદ કરવામાં આવ્યા છે.
પરસોતમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યું હોય ત્યારે સમગ્ર ક્ષત્રિય સમાજમાં આ બાબતે રોજ જોવા મળ્યો છે. ત્યારે સતત પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ કરવા માટેની માંગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે ઉપરાંત આંદોલનો પણ કરવામાં આવી રહ્યા છે. જ્યારે ગઈકાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા મહા સંમેલન પણ કરવામાં આવ્યું હતું. સંમેલનમાં પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ કરવા માટેની માંગ કરવામાં આવી હતી. અને જો ટિકિટ રદ નહીં થાય તો ભાજપનો બહિષ્કાર કરવાની પણ તૈયારી દર્શાવી હતી. ત્યારે આજરોજ પરસોત્તમ રૂપાલા કે જે રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર છે તે મોરબીના પ્રવાસે આવવાના હોય ત્યારે આજે વહેલી સવારથી જ ક્ષત્રિય સમાજના આગેવાનોને પોલીસે નજર કેદ કર્યા છે. જોકે પ્રવાસ અને સભા તો સાંજના સમયે છે પરંતુ આજ સવારથી જ ક્ષત્રિય સમાજના આગેવાનોને નજરકેદ કરી રાખ્યા છે. ત્યારે ભાજપના ઇશારા ઉપર નાચતા પોલીસ તંત્રના આ પગલાને લોકોએ સખત શબ્દોમાં વખોડી કાઢયું છે.