મોરબીના રવાપર રોડ પર આવેલ નવજીવન સ્કૂલ પાસે ખુલ્લા પ્લોટ માં છાપરું બાંધીને રહેતા પરિવારની સગીરવયની દીકરી અને યુવાન પુત્રી બંને લાપતા થયા હોય ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યો શખ્સ લગ્નની લાલચ આપી સગીરવયની દીકરીનું અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાઇ.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર નવજીવન સ્કૂલ પાસે ખુલ્લા પ્લોટમાં છાપરું બાંધીને રહેતા પરિવારની સગીરવયની દીકરી અને અને યુવાન પુત્રી બપોરના સમયે કુદરતી હાજતે ગયા બાદ બન્ને લાપતા બનતા સગીરા અને પરિણીત યુવતીના પિતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમા પોતાની સગીરવયની દીકરીનું કોઈ અજાણ્યો શખ્સ લગ્નની લાલચે અપહરણ કરી ગયાનું અને તેની સાથે તેમની પરિણીત યુવતી પણ સાથે ચાલી ગઇ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુંન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.