ટંકારા તાલુકાના અનુસુચિત સમાજ અને ડો.આંબેડકર ભવન સેવા સમિતિ દ્વારા સમગ્ર અનુસુચિત સમાજ ને સાથે રાખી આયોજન કરાયુ.


ટંકારા ખાતે તાલુકાના અનુસુચિત સમાજ. અને ડો. આંબેડકર ભવન સેવા સમિતિ દ્વારા બંધારણ ના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકર ની ૧૩૩ મી જન્મ જયંતી ની ભારે હષોઁલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

કાયઁક્રમ ના પ્રારંભે બાબાસાહેબના ફોટા ને પુષ્ટહાર કરીને દલિત સમાજ ના અગ્રણી ઓએ દિપપ્રાગટ્ય કરીને ઉજવણી નો પ્રારંભ કરાયો હતો. આ વેળાએ સૌપ્રથમ ડો.ભીમરાવ સાહેબ ના જીવન ના આદર્શો અને ઉચ્ચ વિચારો નુ મહત્વ અંગેની જાહેર સભામા યોજવામાં આવી હતી. શહેરના રાજમાર્ગો ઉપર આંબેડકર ની ગાથા રજુ કરતી ભવ્ય રેલી યોજવામાં આવી હતી. રેલીમા જુનીયર નરેશ કનોડિયા ખાસ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહી જોડાયા હતા. આ તકે, ભીમ સોંગ ઉપર અનુસુચિત સમાજના યુવાનો દ્વારા નૃત્ય અભિનય ના ઓજસ પાથરી જોનારાઓને મુગ્ધ કર્યા હતા. રેલી શહેરના માગોઁ ઉપર પસાર થતા વેપારી એસોસિયેશન, આર્યસમાજ સંસ્થા સમિતિ, મુસ્લિમ સમાજ સમિતિ દ્વારા રેલીના રૂટ પર ઠંડા પાણી અને છાશ વિતરણ કરી આયોજકોને શુભેચ્છા પાઠવી હતી. આ તકે, ટંકારા બ્રહ્મસમાજના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી એ ડો.બાબાસાહેબ ના રાષ્ટ્ર પ્રેમ અને બંધારણ અંગેના ઉચ્ચ વિચારો વાગોળી શુભેચ્છા પાઠવી હતી. અંતમાં દલિત સમાજે સમુહ પ્રિતી ભોજન નો લાભ લીધો હતો. અને સંગઠન મજબુત કરવા ની હાકલ કરવામાં આવી હતી.