હળવદ મોરબી હાઇવે પર ચરાડવા નજીક નર્મદા કેનાલ રોડ પર નડતરરૂપ પડેલ ટ્રક પાછળ એકટીવા અથડાતા એકટીવા ચાલક નું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે મૃતક ના ભાઈ એ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ – મોરબી હાઇવે ઉપર ચરાડવા નર્મદા કેનાલ નજીક રોડ ઉપર નડતરરૂપ પડેલા આરજે – 52 – GA -9129 નંબરના ટ્રક પાચળ એકટીવા મોટર સાયકલ અથડાતા એક્ટિવા ચાલક જયરાજ દેવશીભાઈ સાકરીયા ઉ.28 રહે.હાલ ચરાડવા, મૂળ રહે.દેવપરા ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવ અંગે મૃતકના ભાઈ મહેશભાઈ સાકરિયાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.