દુઃખદ અવસાન: ટંકારા બ્રહ્મસમાજ ના વડીલ જનકભાઈ જાની નો જીવનદીપ બુઝાયો.

Advertisement
Advertisement

ટંકારા: અવસાન નોંધ:

મૂળ હળવદ ના વતની હાલ ટંકારા જનકભાઈ(જનુભાઈ) ગંગાધરભાઈ જાની ઉ. 81 નિવૃત ફાર્માસીસ્ટ તેઓ અમિતભાઈ (એડવોકેટ), વિરેનભાઈ (એસ. ટી) હેતલબેન ભાવેશકુમાર રાવલ(વડોદરા), ડિમ્પલબેન હાર્દિકકુમાર ભટ્ટ (હળવદ) ના પિતાશ્રી તેમજ સ્વ ભાનુશંકરભાઈ (નિવૃત તલાટીમંત્રી મોરબી), રમેશભાઈ(નિવૃત્ત સર્કલ ઓફિસર. આદિપુર) , કિશોરભાઈ (મોરબી), રાજેન્દ્રભાઈ (નિવૃત્ત તલાટી મંત્રી, વાંકાનેર) , કમલેશભાઈ(એડવોકેટ, નલિયા), શૈલેષભાઈ (વાંકાનેર), પરિમલભાઈ(રાજકોટ) ના ભાઈ તા. 13/04/2024 ના રોજ સ્વર્ગવાસી થયેલ છે. બેસણુ તા. 15/04/2024 ના રોજ સાંજે 4 થી 6 ક્રિશ્ના પાર્ક સોસાયટી, ગોરસ ડેરી સામે ટંકારા ખાતે નિવાસસ્થાને છે. મોબાઈલ- 94289 68052, 99094 82360

સ્વ. જનકભાઈ જાની વર્ષો સુધી ટંંકારા સિવીલ હોસ્પિટલમા ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવી પરીવાર સાથે ટંકારા સ્થાયી થયા છે. તેઓ બ્રહ્મસમાજ સંસ્થાના વડીલ મુરબ્બી તરીકે સમાજના પથદર્શક રહ્યા છે . અને તેમના દિકરા અમિતભાઈ જાની (એડવોકેટ) બ્રહ્મસમાજ સંસ્થા ના કારોબારી સભ્ય તરીકે સમાજસેવા કરી રહ્યા છે. બ્રહ્મસમાજ સંસ્થા ના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી હાલ વતનથી દુર હોવાથી સંસ્થા વતી ધ્વનિ  સંદેશ મારફતે દુઃખ ની લાગણી વ્યક્ત કરી શબ્દ પુષ્પ થી શબ્દાંજલિ પાઠવી હતી.