ટંકારા તાલુકાના ગજડી ગામે ગામડાનો ઈસમ દારૂ નો જથ્થો મંગાવી પોતાની વાડીમાં સંઘરી ઈંગ્લીશ દારૂનો ધંધો કરતો હોવાની પોલીસને ગંધ આવી હતી. પોલીસે વોચ ગોઠવી દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા ઈસમને અંગેજી શરાબની બોટલ તથા બિયરના ટીન ના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમા દારૂ વેચવા ના નેટવર્ક ને ભેદવા કાયદાનો પંજો લંબાવ્યો છે.
ટંકારા પંથકમા છેલ્લા ઘણા સમયથી દારૂ સહિતની નસીલી ચીજવસ્તુનો વેપલો ફુલ્યો હોવાની ખુલ્લેઆમ ચર્ચા જાહેર મા થઈ રહી છે. ત્યારે ટંંકારા પોલીસને તાલુકાના ગજડી ગામે ગામડાનો ઈસમ અંગ્રેજી શરાબનો જથ્થો મંગાવી સીમમાં આવેલી પોતાની ખેતીની જમીન વાડી મા સંઘરીને ધંધો કરતો હોવાની ગંધ આવી હતી. પોલીસે વોચ ગોઠવી શખ્સ ના ચોક્કસ બાતમી વાળી સીમમા ત્રાટકી વાડી ની ઓરડીમાથી વિદેશી દારૂની ૬૦ બોટલ તથા બિયરના ટીન ૨૪ કિંમત રૂપિયા ૨૭,૪૦૦/- ના મુદ્દામાલ સાથે ગજડીના નિતીન વરજાંગ ભાઈ ડાંગરને ઝડપી લીધો હતો. પોલીસે દારૂ નો જથ્થો ક્યાંથી મેળવી કયા વેચાણ થતુ હોવાની માહિતી એકઠી કરી દારૂના નેટવર્ક ને ભેદવા કાયદાનો પંજો કસ્યો છે.