મોરબી તાલુકાના રાજપર ગામ ની સીમમાં આવેલ ગાયત્રી ફાર્મ હાઉસમાં રહી મજૂરી કરતા 45 વર્ષે મજુર તારીખ 5 ના રોજ ઘરે કોઈને કહ્યા વગર ગુમ થઈ ગયેલ હોય ત્યારે આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમસુદા નોંધ કરવામાં આવી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં ગાયત્રી ફાર્મ હાઉસમાં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના મહુવા ગામના શ્રમિક યુવાન ચીમનભાઈ માધાભાઈ શિયાળ ઉ.45 ગત તા.5ના રોજ ઘેરથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ પરત ન આવતા તેમના પત્ની સોનલબેને મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમસુદા નોંધ કરાવી છે, લાપતા બનેલા ચીમનભાઈ પાંચ ફૂટ જેટલા ઉંચા છે અને એક હાથમાં દેવાભાઈ તથા બીજા હાથમાં સોનલ નામ ત્રોફાવેલ હોવાનું અને શરીરે મધ્યમ બાંધાના છે જો કોઈને તેમના વિશે જાણ થાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અનુરોધ કરાયો છે.