મોરબીના નવલખી રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાસે રહેતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. ત્યારે આ અંગે પોલીસે મૃત્યુનોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ સુનીતાબેન કલ્પેશભાઇ કુંઢીયા ઉ.વ.૨૨ રહે. નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ પાસે તા.જી.મોરબીવાળા ગત તા.૦૮-૦૪-૨૦૨૪ ના રોજ ૦૩:૨૫ વાગ્યાની આસપાસ પોતાના ઘરે ગળે ફાંસો ખાય જતા સુનીતાબેનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.