રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા નો વિરોધ યથાવત છે.ક્ષત્રિય સમાજ દ્વારા એકજ માંગ છે રૂપાલા ની ટિકિટ રદ કરો આ વિવાદ વચ્ચે હાલતો ગુજરાત સહિતના મોરબી જિલ્લામાં પણ કરણી સેના સહિત ક્ષત્રિય સમાજ નો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ પંચાસર ગામમાં ભાજપ ના કાર્યકરે મત માંગવા આવવું નહીં જ્યાં સુધી રૂપાલા ની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં પણ પ્રવેશ કરવો નહીં તેવા પોસ્ટર વાયરલ થતા સોશિયલ મીડિયા ગરમ થયું હતું